ગુજરાતી ખીચુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં 2 કપ પાણી ઉમેરી ગેસ બર્નર ઓન કરી તેમાં મીઠું,લીલા મરચાંની પેસ્ટ,જીરું,અજમો નાખી પાણી ને ઉકળવા દો.
- 2
હવે પાણી ઉકળી જાય પછી તેમાં ખાવા નો સોડા ઉમેરી પાણી ને હલાવી તેમાં ચોખાનો લોઠ ઉમેરો.હવે સ્પેચૂલા ની મદદથી તેને સરખું મિક્સ કરી લો.
- 3
હવે લોઠ પાણી શોષી લે પછી તેમાં બાકી રહેલું 1 કપ પાણી ઉમેરી લોઠ અને પાણી ને ફરીથી સરખી રીતે મિક્સ કરી લો.આ રીતે પાછળથી પાણી ઉમેરવાથી લોઠ માં કણી કે લમ્સ નથી પડતા.
- 4
હવે તૈયાર થયેલા ખીચુંને 5 મિનિટ માટે ગેસ એકદમ ધીમો કરી પેન ને લીડ થી ઢાંકી સીજવા દો ત્યારબાદ ગેસ બન્ધ કરી ખીચા ને આચાર મસાલા અને શીંગતેલ થી ગાર્નીશ કરી સર્વ કરો.તો તૈયાર છે ગુજરાતી ટ્રેડિશનલ ખીચું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10154297




ટિપ્પણીઓ