હન્ની ચીલ્લી પોટેટો😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મા બટેટા ની છાલ ઉતારી ચીપ્સ કરી લો.
- 2
બટેટા ની ચીપ્સ ને એક પેન મા પાણી અને મીઠુ નાખી ને 3 - 4 મિનિટ માટે બાફી અને બાઉલ મા કાઢી તેમા કોર્નફ્લોર નાખી મિક્સ કરો.
- 3
હવે એક બાઉલમા મેંદો અને ચોખાનો લોટ તેમજ મીઠુ અને પાણી ઉમેરી ઘટ્ટ સ્લરી બનાવો.
- 4
બટેટાની ચીપ્સ ને બનાવેલી સ્લરી મા બોળી ગરમ તેલ મા તળી ઠરવા દો.
- 5
હવે ગ્રેવી બનાવવા માટે એક પેન મા તેલ ગરમ કરી તેમા આદુ લસણની પેસ્ટ અને તલ નાખી તતડવા દો.
- 6
ત્યારબાદ તેમા બધા શાક અને મસાલા ઉમેરી ને ગ્રેવી બનાવો.
- 7
2 - 3 મિનિટ પછી તે ગ્રેવી મા બટેટા ની ચીપ્સ ઉમેરી મિક્સ કરો.
- 8
હવે તેને પ્લેટ પર કોથમીર મરચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11673761



















ટિપ્પણીઓ