હોળી સ્પેશિયલ કેસર માલપુવા વીથ દૂધપાક

હોળી સ્પેશિયલ કેસર માલપુવા વીથ દૂધપાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો.એની અંદર રવો નાખો,હવે તેની અંદર એલચી પાવડર,વરિયાળી પાઉડર અને ધીમે ધીમે દૂધ નાખી લોટનું ખીરું તૈયાર કરો.
- 2
ત્યારબાદ તેની અંદર બેથી ત્રણ ચમચા દૂધ ની મલાઈ પણ નાખો.એકદમ હલાવીને પંદરથી વીસ મિનિટ માટે એક બાજુ રાખી દો.
- 3
હવે એક પેનમાં ૧ કપ ખાંડ નાખો એની અંદર એક કપ પાણી પણ નાંખો અને ચાસણી બનાવો.ચાસણી મીડીયમ બનાવાની છે,તેની અંદર એલચી પાવડર અને કેસર પણ નાખી દો.હવે તેને એક બાજુ રાખી દો.
- 4
એક પેનમાં દેશી ઘી નાંખી ગરમ કરો.ઘી ગરમ થઇ જાય એટલે એની અંદર આપણે જે માલ પુવા નું બેટર તૈયાર કર્યું છે એમાંથી ચમચા વડે માલપુવા બનાવો.
- 5
માલપૂવા ની બંને સાઇડ ગોલ્ડન કલર ના પકાવો.બંને સાઇડ સરસ રીતે થઈ જાય એટલે આપણે જે ખાંડની ચાસણી બનાવી છે,તેની અંદર ત્રણથી ચાર મિનિટ ડૂબાડી રાખો.
- 6
ત્યારબાદ માલપૂવા ને ચાસણીમાંથી કાઢી,સર્વિંગ પ્લેટમાં રાખો તેને સરસ ગાર્નિશિંગ કરી સર્વ કરો.
- 7
તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા હોળી સ્પેશિયલ કેસર માલપુવા....
- 8
- 9
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (4)