ઈડલી સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ને ચોખા ને ગરમ પાણી માં 3 કલાક પલાળી રાખો.પલળી જાય ત્યારે પાણી કાઢી મિક્સરમાં ક્રશ કરી ખીરું બનાવો..ક્રશ કરી વખતે પાણી પોસાય એટલું જ રાખો.પીસવા માં દહીં ઉમરી દેવું જેથી આથો સારો આવે.ખીરું ઘાટું જ રાખવાનું છે.ખીરા ને 5-6 કલાક ઢાંકી ને રાખી દો..એટલે સરસ આથો આવી જશે.આથો આવી જાય પછી એમાં તેલ,પાણી,ને મીઠા સોડા નું દૂધીયું બનાવી ઉમેરો.નમક ઉમેરો પછી ખૂબ હલાવી મિક્સ કરો.
- 2
સંભાર માટે દાળ બાફવા મુકો. સાઈડ માં એક પેન માં 1 ચમચી તેલ નો વઘાર મુકો તેમાં ચપટી હિંગ,મેથી દાણા ઉમેરો.તેમાં ડુંગળી સાંતળો.પછી દૂધી,બટેકુ ઉમેરો.થોડી વાર ચડવા દો. થોડું ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો.દાળ બફાઈ જાય ત્યારે તેને હેન્ડ મિક્ષી થઈ એકરસ કરવી.તેમાં નમક,મરચું હળદર ઉમેરી દેવું.એક તપેલીમાં વઘાર મૂકો.વઘાર માં હિંગ રાય,સૂકું મરચું, વધેલા મેથી ના દાણા નાખવા,પછી સમારેલું ટામેટું ઉમેરવું,દાળ વઘારી દેવી.થોડી ગરમ થાય એટલે પેલા ચડેલું શાક, અને કાચી સરગવા સિંગ ના કટકા,લીંબુ રસ ઉમેરો દાળ ઉકાળી લો.
- 3
ચટણી માટે દહીં, દાળિયા ની દાળ ખમણ મિક્સ કરી મિક્સર કરી લો.એમ નમક નાખી લો.એક વાઘરીયા માં તેલ ગરમ કરી.હિંગ,રાય નાખી ચટણી પર સ્પ્રેડ કરો
- 4
ઈડલી ના મોલ્ડ માં તેલ લગાવી ખીરું પાથરો.ઈડલી સ્ટેન્ડ માં મૂકી પાણી ની વરાળ માં બાફો..એકદમ સોફ્ટ ઈડલી તૈયાર.સર્વ કરો ઈડલી સંભાર ચટણી સાથે..
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)