હની ચીલી પનીર પટેટો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાની છાલ ઉતારીને ને તેને લાંબી લાંબી ચિપ્સ કરીને તેને ગરમ પાણીમાં ઉકાળો તેમાં મીઠું પણ ઉમેરો
- 2
ત્યારબાદ બટેકા ઉકળી જાય ત્યાર બાદ તે માંથી પાણી જારી લો અને તેના ઉપર કોન ફ્લોર અને મરી પાવડર એડ કરી દો અને ત્યારબાદ તેણે તેલમાં તળી લો
- 3
બીજી કડાઈમાં બે ચમચી તેલ ની અંદર આદું લીલાં મરચાં ટમેટા કેપ્સિકમ એ બધું કાપી ને તેને સાતડવા દો
- 4
ત્યારબાદ તેમાં મીઠું સોયા સોસ ચીલી સોસ ટમેટા સોસ એડ કરીને તેને ચડવા દો ત્યારબાદ તેમાં મેંદો ની સ્લરી (મેંદો અને પાણીનું મિશ્રણ) એડ કરી અને તેને ચડવા દો
- 5
ત્યારબાદ આ મિશ્રણમાં મધ એડ કરો અને પછી તેમાં પનીર અને તળેલા બટાકા એડ કરો
- 6
પનીરને બટાકા બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12109612














ટિપ્પણીઓ