દમઆલુ વીથ રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા નેઘોય ને રાંધી લેવા. પછી બટેટી ને સાફ કરી ને કાટા વડે કાણા જેવા કરી ને તરી લેવી.
- 2
પછી એક વાસણમાં મા ૨ ચમચી તેલ મુકી ને જીરુ, મરી, ને બીજા આખા ગરમ મસાલા નાંખી ને ડુંગળી ને સાતળવી. કડક થાય એટલે ટમેટા ને લસણ, મરચા ને આદુ નાંખી ને ૨ મિનિટ સાતળવા.
- 3
હવે તેને બલેનડર થી પીસી લઈ ને ગા્વી તૈયાર કરવી. પછી એક પેન મા તેલ મુકી ને તમાલપત્ર ને હીંગ નો વઘાર કરી ને તૈયાર કરેલ ગે્વી વઘારવી. પછી તેમા બટેટી નાખવી.
- 4
હવે દહી ને મલાઈ મિકસ કરી ને તેમા મરચું પાઉડર, હળદર, મીઠું, ઘાણા પાઉડર, ને બેય ગરમ મસાલોતથા વરીયાળી પાઉડર નાખી ને મિકસ કરી ને ગે્વી મા નાખી ને બધુ હલાવી ને ૨ મિનિટ ઉકાળવુ.ને કસુરી મેથી છાટવી.
- 5
બસ પછી માથે કોથમીર નાખીને રાઈસ સાથે ગરમાગરમ સવॅ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12115796
















ટિપ્પણીઓ