ચુરમાના લાડુ(churma ladu ઈન Gujarati)
#goldenapron 3 # week 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક ત્રાસ મા ઘઉંનો જાડો લોટ લેવો ત્યાર પછી તેમાં ચણાનો લોટ અને રવો લેવો ત્યાર પછી બધું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેમાં એક ચમચો મોણ માટે તેલ નાખવું ત્યાર પછી સરખું મિક્ષ કરી લેવું
- 2
તેના પછી સતપ પાણીથી ભાખરી ના લોટ થી વધારે કડક લોટ બાંધવો ત્યાર પછી તેના મુઠીયા કરી લેવા પછી તેને ધીમા ગેસ એ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવું પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
- 3
પછી તેમાં મૂઠિયાં ને ઠંડું થવા દેવું પછી તેનો મિક્સર જારમાં ભૂકો કરી લેવો પછી તેને ચાળણીથી ચાળી લેવું પછી તે મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લેવું પછી તેમાં ડ્રાયફ્રુટ એડ કરવા પછી તેમાં 1/2ચમચી જાયફળ અને ઈલાયચી એડ કરવા
- 4
એક પેનમાં ઘી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં ગોળ એડ કરવા ત્યાર પછી તેને સરખું ઓગળવા દેવુ ત્યાર પછી ગોળ અને ઘી એક રસ થવું જોઈએ ત્યાર પછી તેને ગેસ ઉપર થી કાઢી લેવું પછી તેને ઠંડુ થવા દેવું ત્યાર પછી તેને લાડવા ના મિશ્રણ માં એડ કરવું પછી બધું મિક્સ કરી લેવું
- 5
પછી તેના નાના-નાના લાડવા બનાવી લેવા પછી તેના ઉપર કાજુ અને ખસખસ થી ગાર્નીશિંગ કરું તૈયાર છે આપણા ચુરમા લાડવા
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)