હાંડવો (Handwa recipe in gujrati)

#ભાત
ચોખા અને ભાત ને ઘણી અલગ રીતે વાપરી ને નવી નવી વાનગી બનાવી શકાય.....આજે મેં અહીં હાંડવો બનાવ્યો છે ચોખા અને ચણા ની દાળ ના મિશ્રણ માંથી બને છે.....ગુજરાતી દરેક સ્ત્રી ની પહેલી પસન્દગી એટલે હાંડવો..........તેમાં બધાજ સ્વાદ આવી જાય....જેમ કે ખટાશ, ગળપણ,તીખાશ વગેરે.....તો ચાલો જોઈ લઈ એ હાંડવા ની પદ્ધતિ........હું હમેશા હાંડવા માટે ચોખા અને ચણા ની દાળ નો લોટ બનાવી ને રાખું છું જેથી વારે ઘડીએ પીસવાની માથાકૂટ ના રહે.તેની માટે બે ભાગ ના ચોખા અને એક ભાગ ની દાળ. આજ માપ પદ્ધતિ થી આપણે હાંડવો બનાવીએ તો સ્વાદ માં ખુબજ સરસ બનશે........

રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા નો લોટ માં બે ચમચા દહીં અને કોશેરું ગરમ પાણી મિક્સ કરીને બહુ ઢીલું નહી અને બહુ કઠણ નહીં તેવુ બેટર બનાવીને આથો લાવવા માટે તડકામાં ચારથી પાંચ કલાક માટે મૂકી દો.
- 2
દૂધીને છીણી લો અને તેનું વધારાનું પાણી નીચોવીને કાઢી લો.
- 3
હવે આથો આવી ગયેલા હાડવાના બેટર માં છીણેલી દૂધી, આદુ મરચાની પેસ્ટ,હળદર,મીઠું,ખાંડ,ગરમ મસાલો અને 3 ચમચા તેલ નાખો અને મિક્સ કરો.
- 4
નાના વધારિયા માં એક ચમચો તેલ ગરમ કરવા મૂકો તેમાં લવિંગ, હિંગ મીઠો લીમડો અને સુકા મરચા વધારો અને તે હાંડવાના બેટરમાં નાખીને મિક્સ કરો.
- 5
હાંડવાના કુકરમાં તેલ લગાવીને બેટર નાખી દો ઉપરથી તલ સરસ રીતે ભભરાવી દો.ગેસ ઉપર પ્લેટ માં રેતી ગરમ થવા માટે મૂકો.તેની પર હાંડવા નું કુકર મૂકી દો. ઢાંકીને પહેલા ફાસ્ટ દસ મિનિટ ગેસ રાખવો ત્યારબાદ ધીમા તાપે લગભગ એક કલાક સુધી હાંડવાને ચડવા દો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)