ખાંડવી (khandvi recipe in gujrati)
#breakfast
#street food
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા એક તપેલી માં દહીં અને પાણી એડ કરી મિક્સ કરી લો. બંને બરાબર મિક્સ કરી લેવું.
- 2
હવે આમાં થોડું થોડું કરીને બેસન ઉમેરતા જાવ અને ગાંઠો ના પડે એ રીતે મિક્સ કરવું.
- 3
હવે આમાં હળદર અને મીઠું ઉમેરી લો.
- 4
હવે એક પેન લઈ મિડિયમ આંચ પર રાખી મિક્સ કરેલું બેટર ઉમેરી લો અને સતત ચમચો ફેરવતા રેહવું. જેથી અંદર ગાંઠો ના પડે.
- 5
20 મિનિટ સુધી ધીમા તાપે બેટર ને ફેરવતાં રેહવું બેટર જેમ શેકાસે તેમ તે ઘટ્ થતું જશે.
- 6
બેટર એકદમ જાડું થાય પછી ગેસ બંધ કરી દો. હવે પ્લેટ ને ઊંઘી કરી તેના પર બેટર પાથરી દો.
- 7
આને 10 મિનિટ ઠંડુ થવા દેવું પછી કટ લગાવી રોલ વાળી લેવા.
- 8
હવે વઘાર માટે એક વઘારિયા માં તેલ લઇ તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે લીલા મરચાં,તલ અને કરી પત્તાં ઉમેરી મિક્સ કરી લો આને ખાંડવી ઉપર સ્પ્રેડ કરી લો.
- 9
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12361508




























ટિપ્પણીઓ