ખાંડવી (Khandvi recipe in Gujarati)

#મોમ
મારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે.
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#મોમ
મારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ના લોટ ને એક બાઉલ માં લો. તેમાં દહીં તથા પાણી ઉમેરો. તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હળદર તથા મીઠું ઉમેરી મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેને કૂકર મા ફાસ્ટ ગેસ પર 5 સીટી લેવી. કૂકર થાય ત્યાં સુધી મા ૨ થાળી લઈને તેની બન્ને બાજુ તેલ લગાવું. કૂકર ઠરે એટલે ખોલી ને લોટ ના મિશ્રણ ને ખુબજ હલાવી લેવું.
- 3
હવે તે મિશ્રણ ને થાળી પર મેડીયમ લેયર મા આગળ પાછળ પાથરી લેવું. તે સુકાઈ જાઈ એટલે તેમાં લાંબા લાંબા આકા પાડી ને રોલ રોલ વાળી ને ઉખેડવું.
- 4
રોલ રોલ વાળી ને એક પ્લેટ પર કાઢી લેવું. એક વઘરીયા મા તેલ મૂકી તેમાં રાઈ મુકો. રાઈ તતડે એટલે તલ મુકો ને પછી લીમડો મૂકી ને એ વઘાર રોલ કરેલો ખાંડવી પર રેડી દો. ત્યારબાદ તેના પર લાલ મરચું અને કોથમીર થી ગાર્નિશ કરો. યમ્મી ખાંડવી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ