મેક્સીકન બ્રેડ પાર્સલ (Mexican bread parcel recipe in gujarati)
મેક્સીકન બ્રેડ પાર્સલ (Mexican bread parcel recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કોબી ને બારીક ખમણી લો ત્યાર પછી કેપ્સીકમ ડુંગળી બારીક કટ કરી લો. હવે વટાણા રાજમા અને મકાઇ ને કુકર માં બાફી લો. ત્યારબાદ એક પેન માં બટર મુકી તેમાં કેપ્સીકમ ડુંગળી કોબી નાખી સાંતળી લો તેમાં બાફેલા વટાણા રાજમા મકાઈ મીઠું ચીલી ફલેકસ ઓરેગાનો કેચપ ચીલી સોસ ટામેટા ચીઝ નાખીને સ્ટફિંગ તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ પાલક ને વરાળે બાફી લો અને તેને પીસી લો. હવે બીટ ને ખમણી ને તેનો રસ કાઢી લો. હવે મેંદા ના ૨ ભાગ ખરી એક ભાગ માં મીઠું પાલકની ગ્રેવી અને મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધવો બીજા ભાગમાં બીટના રસથી લોટ બાંધવો.
- 3
ત્યારબાદ પાલક ના લોટ ના લુવા લઈને પાતળી રોટલી વણો આ રીતે બધી રોટલીઓ તૈયાર કરો ત્યારબાદ તેને ચારેય બાજુથી કાપીને ચોરસ આકાર આપો.હવે બીટ ના લોટ માંથી રોટલી વણી તેને ચપ્પુથી કાપીને પતલી પટ્ટીઓ બનાવો.
- 4
હવે બ્રેડ લઇ તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી તેના ઉપર બીજી બ્રેડ નાખી સહેજ દબાવો હવે તેને પાલકની વણેલી રોટલી પર રાખી ચારેય બાજુથી પેક કરી ને પાર્સલ તૈયાર કરો. ત્યારબાદ તેના પર બીટ ના લોટ માંથી કરેલી પટ્ટીઓ લગાવો. તેના પર લવિંગ લગાવી સીલ કરો. આ રીતે બધા પાર્સલ તૈયાર કરી ગરમ તેલમાં બદામી રંગ ના તળી લેવા ત્યારબાદ તેને ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી સાથે પીરસવું.તો તૈયાર છે મેક્સિકન બ્રેડ પાર્સલ.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (5)