ગોળકેરી (golkeri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીના મીડિયમ સાઈસ ના ટુકડા કરો તેમા હળદર અને મીઠુ નાખી હલાવો. હવે ગાજર, ખારેક, ગૂંદા, લાલ સૂકા મરચાં ને ભેગા કરી તેમા ખાટુ પાણી (હળદર, મીઠા વાળુ કાચી કેરી મા જે નિકળુ હોય તે) નાખો.
- 2
હવે આ કેરી ને 3 કલાક રાખીયા પછી એક કાપડ પર સુકાવા મૂકો. અને તેની સાથે ગાજર, ગૂંદા, ખારેક, મરચા ને પણ સૂકવો. આખી રાત પંખા ની હવા મા સૂકાવા દેવુ. સવારે વઘાર કરવો.
- 3
હવે વઘાર માટે સ્ટિલ નો જાડો વાસણ લેવો તેમા તેલ ગરમ કરવા મૂકો. તેલ આવી જાય એટલે તેમાં તજ, લવિંગ, આખા ધાણા,લાલ મરચાં નાખો. હવે ગોળ ને સમારી ને લેવો જેથી તે ચિકાસ ના પકડે.
- 4
વઘાર થઇ જાય એટલે તેમાં સૌ પ્રથમ કેરી, ગૂંદા, ગાજર, ખારેક ઉમેરવા હવે તેની સતત હલાવવુ.તેમા રહેલુ પાણી બળી જાય તેલ છુટુ પડે એટલે તેમાં ગોળ ઉમેરો.
- 5
હવે સતત હલાવુ. બે તાર ની ચાસણી કરવી. પછી ગેસ ને બંધ કરી તેમા હળદર, મરચાં ની ભૂકી નાખી હલાવુ. હવે તેમા ધાણાના કૂરીયા, વરિયાળી નાખવુ.
- 6
હવે તેને ઠંડુ થવા દો. હવે તેમા ગૂંદા નો હવેજ ઉમેરો. આખી રાત ઠંડુ થાય પછી જ બરણી મા ભરવુ.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (3)