શેકેલા સાબુદાણા ની ફરાળી ખીચડી (Roasted sabudana farali khichdi recipe in Gujarati)

આવી ફરાળી ખીચડી આપ સૌ બનાવતા જ હશો પરંતુ પહેલાના વડીલો એવું માનતા કે સાબુદાણા જો શેકીને બનાવીયે તો ખીચડીમાં કાચો સ્વાદ ન આવે અને સહેલાઈથી પાચન થઈ જાય...એટલે આ વિસરાતી વાનગી ને ધ્યાનમાં લઈને મેં પણ સાબુદાણા શેકી ને બનાવી...અને હા સ્વાદમાં થોડો ફરક તો પડે છે....

રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી રૂપે ખીચડી બનાવવાના એક કલાક પહેલાં એક કડાઈમાં સાબુ દાણા કોરા જ શેકી લો....બે થી ત્રણ મિનિટ જેટલા જ શેકવાના છે અને હાથમાં બે ત્રણ ચમચી પાણી લઈ છમકાવો....ત્યાર પછી એક મોટી થાળીમાં પાથરી1/2 કપ જેટલું પાણી નાખી પલળવા દો... થોડી વાર પછી પાણી શોષાય ગયું કે તે તપાસો...જરૂર લાગે તો બીજું અડધો કપ પાણી છાંટો..... હવે પલળીને ફૂલી ગયા હશે...જુઓ...
- 2
હવે એક બટાકુ સમારીને કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું,લીલા મરચાના ટુકડા, આદુનું છીણ,લીમડાના પાન, શીંગ દાણા ઉમેરી સાંતળો....પછી બટાકાના પીસ ઉમેરી...ઢાંકીને ચડવા દો....બટાકાના ભાગનું મીઠું ને લાલમરચું પાવડર ઉમેરો...
- 3
હવે બટાકા ચડીને તૈયાર થયા છે એટલે પલળીને ફૂલી ગયેલા સાબુ દાણા...તેના ભાગના મસાલા....લીંબુ નો રસ,ખાંડ...મરચું પાવડર,ક્રશ કરેલા શીંગ દાણા, જીરું પાવડર બધું જ ઉમેરીને મિક્સ કરો.....
- 4
હવે અડધો કપ જેટલું પાણી છાંટી બે મિનિટ ઢાંકીને રાખો....સાબુ દાણા બધું પાણી શોષી લેશે...તો હવે આપણી #શેકેલા સાબુદાણા ની #ફરાળી ખીચડી પીરસવા માટે તૈયાર છે....👍
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ