લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલ મા લોટ લઈ તેમાં મીઠું તથા મોણ નાખી લોટ બાંધી લો. હવે તેનું લુઆ બનાવી લો ને રોટલી ની જેમ વણી લો.
- 2
ત્યારબાદ તેના પર ઘી લગાવી ને લાલ મરચું તથા મીઠું છાંટો. હવે તેને ફોટો મા બતાવ્યા પ્રમાણે ફોલ્ડ કરો.
- 3
સાઇડ માંથી પણ આ પ્રમાણે ગોળાકાર માં ફોલ્ડ કરી ને પાછું લુઆ જેવું બનાવી લેવું
- 4
તેને ફરી પાછું વેલણ થી હળવા હાથે વણી લેવું. ત્યારબાદ તેને લોઢી મા બંન્ને બાજુ બરોબર શેકી લેવું. ત્યારબાદ તેને ગેસ પર શેકવું.
- 5
પરાઠા શેકાઈ જાય એટલે તેના પર ઘી લગાવી ને ચૂર ચૂર કરવું એટલે લચ્છા સરસ દેખાશે. ગરમા ગરમ પરાઠા ને ઠંડા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12654290



















ટિપ્પણીઓ