છૂંદો (મુરબ્બો) (Murabbo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરી (રાજપુરી કેરી) લઇ તેને બરાબર ધોઈ ને છોલી ને ત્યારબાદ છીણી લો.
- 2
હવે તેમાં 2 ચમચી(અથવા સ્વાદ અનુસાર) મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દો...
- 3
હવે લીધેલ 1.5 કિલો ખાંડ ને દળી લો.(તમે દળયા વગર પણ ઉમેરી શકો) જેના લીધે ખાંડ ઝડપ થી કેરી માં ઓગળી જાય અને મિક્સ પણ થઈ જાય.
- 4
હવે 10 મિનિટ પછી તૈયાર કેરી અને મીઠા ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ હાથ માં લઇ બન્ને હાથ થી દબાવી વધારા ની ખટાશ કાડી લો (આમ કરવાથી છૂંદા માં ખાંડ પણ ઓછી વપરાશે)
- 5
હવે આ કેરી માં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.ત્યાર બાદ તેમાં હળદર અને લાલ મરચું ઉમેરી પણ મિકસ કરો.
- 6
બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય પછી તપેલી પર સાફ, પાતળું સુતરાઉ કાપડ બાંધી લો.(કાપડ પાતળું હોવું જોઈએ જેથી તડકો સરસ છૂંદા માં જાય અને છૂંદો ઝડપ થી બની જાય).
- 7
હવે આ તપેલી ને તમારા ઘર માં જ્યાં સરસ તડકો આવતો હોય તેવી જગ્યા એ સવારે મૂકવો...અને આખો દિવસ તડકા માં રાખવો..સાંજે જ્યારે તડકો જાય ત્યારે એક વાર છૂંદા ની તપેલી ને ખોલી ને છૂંદો મિક્સ કરી લેવો...બીજે દિવસે ફરીથી છૂંદો તડકે મુકવો..(આ પ્રક્રિયા ઓછામાં ઓછા 3 થી 4 દિવસ સુધી સતત કરવી) (જ્યાં ગરમી વધુ પડે છે ત્યાં 3 કે 4 દિવસ માં છૂંદો તૈયાર થઈ જશે અને જ્યાં ઓછી ગરમી પડે છે ત્યાં 8 થી 10 દિવસ લાગી શકે)
- 8
3 દિવસ પછી મારો છૂંદો બનીને તૈયાર છે...એક વાર તેને મિક્સ કરી તેમાં છેલ્લે તજ અને લવિંગ ઉમેરી મિક્સ કરી લો....
- 9
છૂંદો જ્યાં સુધી એકરસ ના થાય અને બિલકુલ dry ના થાય ત્યાં સુધી તડકે રાખવો જરૂરી છે.
- 10
તો તૈયાર છે છૂંદો અથવા મુરબ્બો જેને તમે કોઈ પણ કાચ ની ચોખ્ખી અને કોરી બોટલ માં ભરી આખું વર્ષ સાચવી શકો.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ