રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને ૧-૨ કલાક પલાળી ને છુટા રાંધી લેવા. રાંધતી વખતે તેમાં થોડું મીઠું ઉમેરવું ત્યારબાદ એક તવા મા તેલ મૂકી તેમાં જીરું મુકો.
- 2
જીરું તતડે એટલે તેમાં ડુંગળી ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં ગાજર, કેપ્સીકમ, વટાણા, બટેટા ઉમેરી તેમાં મીઠું ને હળદર નાખો. બધું મિક્સ કરી તેમાં થોડું પાણી ઉમેરી ને ઢાંકી ને ચડવા દો.
- 3
બધું શાક ચડી જાઈ પછી તેમાં ટામેટા ઉમેરો. ત્યારબાદ તેમાં મરચું તથા પાવ ભાજી મસાલો નાખી મિક્સ કરી લો. તેમાં 2 ચમચી દહીં ઉમેરો. ત્યારબાદ તેમાં ભાત ઉમેરી ને બરોબર મિક્સ કરી લેવું.. બસ ચટપટા તવા પુલાવ રેડી છે. તેને કોથમીર થી ગાર્નિશ કરો ને દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759729












ટિપ્પણીઓ (6)