વણેલા ગાઠીયા (vanela gathiya recipe in gujarati)

popat madhuri @cook_21185467
વણેલા ગાઠીયા (vanela gathiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ એક વાટકીમાં મીઠું, ખારો અને 1/2વાટકી પાણી ઉમેરી મિક્સ કરો.ત્યાર બાદ એક વાસણમાં ચણા નો લોટ લો. તેમાં મરી પાઉડર, અજમો,હિંગ, તેલ અને તૈયાર કરેલું મીઠાં અને ખારા નું પાણી ઉમેરો.
- 2
બાજુ સરખી રીતે મિક્સ કરી લો અને લોટ બાંધી લો જરૂર પડે તો લોટ બાંધવામાં પાણી ઉમેરો એક ચમચી તેલ નાખીને લોટને કેળવી લો ત્યારબાદ એક લાકડાનો બાટલો લઈ તેની ઉપર તેલ લગાવો અને લોટમાંથી લૂઓ લો અને ફોટા માં બતાવ્યા પ્રમાણે હથેળીથી ગાંઠીયા વણો
- 3
ત્યારબાદ ગાંઠિયા ને ધીમા તાપે તળો. તળાઈ જાય એટલે ડિશમાં કાઢી તેના ઉપર હિંગ છાંટો. ત્યારબાદ તેને પપૈયા ના સંભારા, મરચાં અને કઢી સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12821036












ટિપ્પણીઓ