ફરાળી મિકસ વેજ ઉત્તપમ વીથ ફરાળી ચટણી

ફરાળી મિકસ વેજ ઉત્તપમ વીથ ફરાળી ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા & સાંબા ને મીકસર પીસી લો
- 2
ત્યારબાદ બંને મિકસ કરી જરૂર મુજબ છાશ નાખી બેલન્ડર વડે બેલન્ડ કરી લો પછી 4 થી 5 કલાક આથો આવા દો
- 3
ત્યારબાદ આથા માં સ્વાદઅનુસાર મીઠું નાખો અને પછી દુધી & બટેકા ને બાફી લો અને દુધી બટેકા ને ખમણી લો અને ટામેટાં & કેપ્સિકમ,કોથમીર & લીલામરચા ને ઝીણા સમારી લો
- 4
ત્યારબાદ નોનસ્ટીક લોઢી માં ખીરૂ પાથરી બધા વેજીટેબલ નાખો ત્યારે તેેમાં તેલ ચોપડો અને બંને સાઈડ પકાવી લો ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યા સુધી સેકો
- 5
ત્યારબાદ દહીં-બી ની ચટણી માટે* સૌ પહેલા શીંગદાણા ને મીકસર ના પીસી લો ત્યારબાદ એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમા જીરૂ નાખો જીરૂ તતડી જાય પછી તેમા દહીં નાખો ત્યારબાદ તેમા શીંગદાણા નો ભુકો,થોડી છાશ,ખાંડ સ્વાદઅનુસાર મીઠું નાખી ચમચા વડે હલાવી થોડીવાર ગરમ થવા દો અને તેને ફ્રિઝ માં ઠંડી થવા દો
- 6
અને તૈયાર છે ફરાળી મિકસ વેજ ઉત્તપમ & ફરાળી ચટણી તેને એક પ્લેટ માં ટમેટો સોસ જોડે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)