મુંબઇ મૈસુરી મસાલા ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આગલા દિવસે ચોખા અને દાલ ને પલાળી દેવા ના..બીજા દિવસે સવારે તેને એક્દમ બારીક પીસી લેવાના.
- 2
પછી બટેટા ને બાફી લેવાના.પછી તેને છાલ કાઢી ને ક્રશ કરી લેવાના.પછી ટામેટાં,કેપ્સિકમ,કાંદા ને બારીક સમારી લેવાનાં અને બીટ ને છાલ કાઢી ને ખમણી લેવાનું અને લસણ ની છાલ કાઢી તેને ખમણી લેવાનું.
- 3
પછી 1 લોયા માં તેલ મુકવાનું તેલ થઈ ગયા પછી તેમાં રાઈ,લીમડો,હિંગ,લસણ નાખીને તેને બ્રાઉન રંગ નું થવા દેવાનું.પછી તેમાં કાંદા,ટામેટાં,કેપ્સિકમ,લવિંગયા મરચા ના બારીક સમારેલા ટુકડા નાખવા એ બધું બરાબર સોતળાઈ જાય પછી તેમાં બટેટા નો માવો નાખી દેવા નો અને તેમાં બધો મસાલો નાખવા નો પછી તેમાં નીમક નાખવા નું..અને તેને બરોબર હલાવવું.
- 4
બીજા લોયા માં બટર નાખવાનું,તેમાં જીરું,સેઝવાન સોસ નાખવાનો અને તેને 1 મિનટ રાળહવાનો,તેમાં હિંગ, નીમક,લાલ મરચાં નો પાઉડર નાખી તેને હલાવાનું. થોડી વાર ઠંદુ પાડવા દેવાનું.
- 5
પછી ઢોસા ઉતરતી વખતે ખીરા ને થોડુ પાણી નાખીને પાતળુ કરવાનું.પછી લોઢી લેવાની તેમાં ખીરા ને ગોળ-ગોળ પાથરવાનું પછી તેના ઉપર બટર નાખવાનું અને પાવ ભાજી મસાલો છાંટવાનો અને ઢોસા ની વચ્ચે બટેટા નું શાક લાબું પાથરવાનું અને તેના ઉપર વઘારેલું બીટ નું શાક પાથરવું.તેને 1 મિનટ થવા દેવાનું પછી તેના ઉપર ચીઝ નાખવા નું પાછો થોડો પાઉભાજી મસાલો વચ્ચે છાંટવાનો..પછી તેને 1 બીજા ઉપર બેન્ડ વાળી દેવાનું.થઈ ગયા આપડા મુંબઈ મૈસુરી ચીઝ મસાલા ઢોસા..તેને નારિયેળ અને દાળિયા ની દાળ ની સાગતની સાતગે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (3)