ટૂટી ફ્રૂટી બિસ્કીટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દળેલી ખાંડ તેમજ બટર લઈ તેને બિટર વડે ફેટી લો
- 2
હવે તેમાં એક કપ જેટલો મેંદો લ્યો અને તેને ચાળી લો
- 3
પછી તેને બરાબર મિક્સ કરી લો હવે તેમાં વેનિલા એસેન્સ તેમજ બેકિંગ પાઉડર નાખી લો
- 4
બધી જ સામગ્રીને નાખી લીધા પછી બરાબર લોટ બાંધી લો જરૂર પડે તો તેમાં થોડો મેંદો નાંખો પછી તેમાં ટૂટી ફ્રૂટી નાંખો હવે આ લોટને દસથી 15 મિનિટ ફ્રીજમાં સેટ થવા દો
- 5
બિસ્કીટ ને ઓવનમાં બનાવવા માટે તેને પાંચ મિનિટ પ્રી હીટ કરો અને તેમાં ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે મૂકો તેમજ બિસ્કીટ ને કડાઈમાં બનાવવા માટે એક કડાઈમાં મીઠું લઇ વચ્ચે કાંઠલો મૂકી ઉપરથી થાળી વડે ઢાંકી પાંચથી દસ મિનિટ પ્રી હીટ કરી લેવું
- 6
હવે ઓવન પ્રી હીટ થઈ ગયા પછી બેકિંગ ટ્રેમાં લોટના નાના નાના બોલ બનાવી ઉપરથી ટૂટી ફ્રૂટી વડે ગાર્નિશ કરો અને બેકિંગ ટ્રેને દસ મિનિટ માટે 160 ડિગ્રી પર કન્વેશન મોડમાં બેક કરી લ્યો
- 7
બિસ્કીટ બેક થઈ ગયા પછી તેને રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ બેકિંગ ટ્રેમાં થી કાઢો અને તેને ૧૦થી ૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે ટૂટી ફ્રૂટી બિસ્કીટ
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ