ટેંગી ટોમેટો મલ્ટીગ્રેઇન રસ મુઠીયા (માઇક્રોવેવ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મુઠીયા બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ અને જુવારનો લોટ ચાડી ને લઇ લ્યો પછી તેમાં ખમણેલી દુધી તેમજ સોડા તેલ અને બધા મસાલા નાખી બરાબર નરમ લોટ બાંધી લો
- 2
હવે લોટને લાંબા લાંબા રોલ કરી લેવા
- 3
પછી ગ્રીસ કરેલા એક માઈક્રોવેવ પ્રુફ બાઉલમાં મુઠીયા ને રાખી લેવા પછી તેને માઈક્રો મોડ ઉપર 900 ડિગ્રી પર પાંચ મિનિટ સુધી કુક કરી લેવા
- 4
મુઠીયા બરાબર કૂક થઈ ગયા પછી માઇક્રોવેવ માંથી કાઢી તેને ઠંડા કરી લેવા અને નાના નાના પીસ માં કટ કરી લેવા
- 5
હવે ગ્રેવી બનાવવા માટે એક મિક્સર જારમાં લસણ ડુંગળી તેમજ આદુને ક્રશ કરી લેવું પછી તેમાં ટામેટાં લઈ અને જરૂર મુજબ પાણી ઉમેરી તેની ગ્રેવી બનાવી લેવી
- 6
હવે એક માઇક્રોવેવ બાઉલમાં તેલ લઈ ગરમ કરી લેવું પછી તેમાં રાઈ જીરું હિંગ નાખી રાઈ તતડી ન જાય ત્યાં સુધી માઇક્રોવેવ કરવું પછી તેમાં મીઠો લીમડો નાખવો અને માઇક્રોવેવ કરવું
- 7
પછી તૈયાર કરેલી ટમેટાની ગ્રેવી નાખવી અને ઉપરથી બધો મસાલો નાખી એક મિનિટ માઇક્રોવેવ કરી લેવું
- 8
એક મિનિટ પછી તેમાં તૈયાર કરેલા મુઠીયા નાખી ફરી એકવાર એક મિનિટ સુધી માઇક્રોવેવ કરી લેવું
- 9
તો તૈયાર છે જલ્દીથી બની જતા માઈક્રોવેવમાં ટેંગી ટોમેટો મલ્ટીગ્રેન રસ મુઠીયા
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ