ચોકો ચેરી

#વીકમીલ૨
બાળકોને ચોકલેટ અને ચેરીનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ હોય છે આ બંને કોમ્બિનેશન મિક્સ કરીને મેં એક નવી રેસિપી તૈયાર કરી છે
ચોકો ચેરી
#વીકમીલ૨
બાળકોને ચોકલેટ અને ચેરીનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ હોય છે આ બંને કોમ્બિનેશન મિક્સ કરીને મેં એક નવી રેસિપી તૈયાર કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા નો લોટ અને કોર્ન ફ્લોર ચાળી લો હવે તેમાં દળેલી ખાંડ નાખીને પણ જાણી લો હવે બધું બરાબર મિક્સ કરી લો મિક્સ કર્યા બાદ તેમાં મીઠું લીંબુનો રસ અને તેલ નાખીને મિક્સ કરો હવે થોડું થોડું પાણી એડ કરી સોફ્ટ લોટ બાંધી લો આ લોટમાંથી લુવા બનાવી પાતળી પાતળી રોટલીઓ વણી લો હવે એક રોટલી લઇ તેને ચોરસ શેપમાં કાપો
- 2
હવે તેને ઘી થી ગ્રીશ કરો હવે એક બાજુ ના પડ ને બીજી બાજુ વાળી છેડાના ભાગ પર મોટી સાઇઝની ટુથપીક અથવા ગોળ સળી લઈ રોલ વાળો
- 3
હવે સળીની બંને બાજુથી મેંદા ની સીટ ને અંદર નીબાજુ દબાવી સ્પ્રિંગ જેવો આકાર આપો સળી બહાર કાઢી બંને છેડા પર પાણી લગાવી ગોળ શેપ આપી બંને છેડા એકબીજાની ઉપર ચોંટાડી દો હવે આને ગ્રીસ કરીને બેક કરી લો અથવા તો ગરમ તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો હવે golden brown રંગ ના બન્યા પછી તે એકદમ ક્રિસ્પી બની જશે હવે એની ઉપર ચોકલેટ સોસ રેડો ત્યારબાદ તેની ઉપર ચેરી અથવા ચેરીનો જામ કે પલ્પ થી ગાર્નીશ કરો. તમે ચોકલેટ સોસ અને ચેરી ની જગ્યાએ બીજા સોસ અને ફ્રુટ નો પણ ઉપયોગ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (6)