સુખડી (shukdi recipe in Gujarati)

Gargi Trivedi @cook_20121012
સુખડી (shukdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયા ઘી ગરમ કરવા મુકો ગુંદર શેકીને અલગ દીશમાં કાઢી લો. ત્યારબાદ તેમાં લોટ શેકાવા મૂકો લોટ શેકતી વખતે ગેસ એકદમ ધીમો રાખવો
- 2
લોટ બદામી રંગનો થાય ને શેકાવાની સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો આ લોટને શેકાતા આઠ થી નવ મિનિટ લાગશે
- 3
ગેસ પરથી નીચે ઉતારી એમાં ઝીણો સમારેલો ગોળ મિક્સ કરવો એકધારો હલાવ્યા કરવો જેથી ગરમ લોટ માં ગોળ ઓગળી જાય
- 4
ત્યારબાદ તેમાં ઇલાયચી કાજુ બદામ ની કતરણ તથા ટોપરું પાઉડર અને શેકેલો ગુંદર તથા સુકો મેવો એડ કરી એક મોટી થાળીમાં ઠારી દો મને ગમતા આકાર આપો ગુલાબ ની પાંખડી અથવા તો ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13009305







ટિપ્પણીઓ (2)