ડુંગળીના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ડુંગળીને પાતળી અને લાંબા આકારમાં કટ કરી લો.
- 2
હવે કટ કરેલી ડુંગળીમાં ચણાનો લોટ અને થોડૂક પાણી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તમે મીઠું, લીલા મરચા, લાલ મરચું, હળદર તેમજ કોથમીર ઉમેરી મિક્સ કરો. ત્યાર પછી ભજીયા ક્રિસ્પી બનાવવા માટે તેમા સોજી ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો જેથી તેમા લોટની કોઇ ગાંઠ ન રહી જાય.
- 4
.હવે ધીમી આંચ પર એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર ખીરાના ભજીયા તેલમાં તરી લો. ભજીયા આછા બદામી રંગના થાય એટલે તેને એક પ્લેટમાં નીકાળી લો.
- 5
તૈયાર છે ગરમા ગરમ ડુંગળી ના ભજીયા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072289




ટિપ્પણીઓ (3)