ઈન્સ્ટન્ટ મસાલા અપ્પમ (Instant Masala Appam Recipe In Gujarati)

ઈન્સ્ટન્ટ મસાલા અપ્પમ (Instant Masala Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં રવો લઈ એમાં દહીં અને પાણી ઉમેરી બરાબર મિક્ષ કરવું હવે મીઠું નાખી મિક્ષ કરી ૩૦ મિનિટ રેસ્ટ આપવો
- 2
- 3
હવે એક પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ અને લીમડા ના પત્તા નાખવાં હવે ચણા ની દાળ અને અડદ ની દાળ નાખી સાંતળી લેવું
- 4
સંતળાય એટલે એમાં ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ નાખવી સાંતળવું મીઠું નાખી દેવું એટલે ડુંગળી જલ્દી સંતળાય જાય
- 5
હવે કોબીજ કેપ્સીકમ ગાજર નાખી ૨ મિનિટ સાંતળવું હવે રવા ના બેટર માં ઉમેરી કોથમીર અને તેલ નાખી દેવી બરાબર મિક્ષ કરી લેવું
- 6
હવે સોડાબાય કાર્બ નાખી એક જ દિશા માં મિક્ષ કરવું
- 7
હવે અપ્પમ પેન ગરમ કરી તેલ લગાવી એમાં ૧-૧ ટે ચમચી ખીરૂ મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચડવા દેવું ૫-૭ મિનિટ માં ચડી જાય એટલે ફેરવી ને બીજી બાજુ ૨ મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેવું. ફેરવતા પહેલા ઉપર થોડુ તેલ મૂકી આપવું
- 8
હવે ગરમાગરમ અપ્પમ કોપરા ની ચટણી સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (4)