ચાઈનીઝ ઈડલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલી ના ખીરા માં સાજીના ફૂલ તથા લીંબુ નાખી એકદમ હલાવી ઈડલી મૂકો
- 2
ઈડલી ચડી જાય એટલે તેના લાંબા લાંબા પીસ કરી લો હવે એક વાસણમાં કોર્ન ફ્લોર તથા ચોખાનો લોટ વા સહેજ મીઠું નાખી પાતળું ખીરું તૈયાર કરો હવે તે એટલી ને ખીરામાં બોળી તેલમાં તળો
- 3
તળાઈ ગયા પછી તે એટલી ને એક વાસણમાં કાઢી લો હવે એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી સમારેલી ડુંગળી સાતડો ત્યારબાદ તેમાં ખમણેલું ગાજર ઉમેરો ત્યાર પછી તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર ને અડધા ગ્લાસ પાણી નાખી તે પેસ્ટ ઉમેરો
- 4
ત્યાર પછી તેમાં ઓરેગાનો પેરી પેરી મસાલો સેઝવાન સોસ ટામેટાં સોસ મીઠું નાખી ઉકળવા દો ત્યાર પછી તેમાં તળેલી ઈડલી નાખી દો અને હલાવો ત્યાર પછી તેમાં મરચું પાઉડર નાખો
- 5
બધા જ મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી રહેવા દો ત્યાર પછી એક સર્વિંગ પ્લેટમાં ચાઈનીઝ ઈડલી ડુંગળીના ફુલ ના ગાર્નીશિંગ થી સજાવી ગરમાગરમ સર્વ કરો તૈયાર છે ચાઈનીઝ ઈડલી
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ