નમકીન પોટેટો ટોર્નેડો(namkin potato tornedo in Gujarati)

Moxika Antani @cook_22321711
નમકીન પોટેટો ટોર્નેડો(namkin potato tornedo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટા બટેટા ની ધોઈ છાલ ઉતારી લેવી પછી બટેટા માં વચ્ચેથી બાર્બિક્યૂ સ્ટીક નાખી લેવી
- 2
હવે છરી વડે બટેટાને ફર આવતા જઈ સ્પાઇરલ શેપમાં કટ કરી લેવું
- 3
હવે એક બાઉલમાં 1-1/2 કપ કોન ફ્લોર લઈ તેમાં લાલ મરચું હળદર ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાઉડર નાખી જરૂર મુજબ પાણી નાખતા જઈ જાડી પેસ્ટ તૈયાર કરો
- 4
હવે એક પેનમાં તળવા માટે તેલ ગરમ કરો
- 5
તેલ ગરમ થઇ ગયા પછી તૈયાર કરેલા બટેટા ને સ્લરી માં ડીપ કરી ધીમા ગેસ એ તળી લો
- 6
હવે પોટેટો ટોર્નેડો ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી તળી લો પછી તેને બહાર કાઢી તેના પર ચાટ મસાલો ભભરાવો
- 7
હવે એક સર્વિંગ ડીશમાં લઈ ઉપરથી ખમણેલું ચીઝ નાખી પોટેટો ટોર્નેડો ને ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105833












ટિપ્પણીઓ