નાન ખટાઈ

નાન ખટાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ને રવો બન્નેને મેં ચારીને લીધાછે તેમાં તેટલોજ કસ્ટર્ડપાવડર નાખ્યોછે સાથે દળેલી ખાંડ ને ઘી પણ નાખી ને સરખી રીતે મિક્સ કરવા. મેં રવો (સોજી) નો ફોટો લેતા ભૂલી ગઈ છું પણ રીત લખીછે.
- 2
મેં ફોટામાં બતાવ્યા પ્રમાણે જ મેજરમેન્ટ નું માપ લીધું છે એક મોટો કપ છે ને એક તેનાથી નાનો છે એટલે કે અડધો કપ થાય તે ઘી ને દૂધ નું માપ રાખ્યું છે બાકી ખાંડ ને બાકીના લોટ માટે મેં મોટો કપ લીધો છે. લોટને મોણ દઈએ તે રીતે જ રાખવો
- 3
તેમાં થોડું થોડું દૂધ નાખી ને હાથથી ભેગો કરવો તેને રોટલી કે ભાખરી ના લોટની જેમ બાંધવાનો નથી ત્યારબાદ એક ડીશમાં ઘી લગાવી ગ્રીશ કરવી.
- 4
ત્યાં સુધીમાં એક ઢોકર્યામાં કે કૂકરમાં કે પછી કડાઈમાં આ રીતે મીઠું નાખી ગેસ ઉપર મૂકી તેને પ્રિ હિટ કરવા મુકવું તેમાં કોઈ પણ કાંઠો કે કોઈ પણ સ્ટેન્ડ મુકવું. તેને ઢાકન ઢાકીને પ્રી હિટ થાય ત્યાં સુધીમાં જે નાંન ખટાઈ નો જે લોટ તૈયાર કર્યો છે તેમાંથી નાના નાના લુવા લઈને તેને પેંડાની જેમ ગોડ બાનાવી ને ચપ્પુથી ઈમ્પ્રેસ આપવી જો તમારે તેની ઉપર કોઈ પણ નટ્સ હોય જેમ કે બદામ કે કાજુ જે કંઈ હોય તે પણ મૂકી શકાયછે
- 5
મેં એમજ બનાવી ને પ્રી હિટ ઢોકર્યામાં મૂક્યા છે તેને ઢાકણું ઢાકીને ને ગેસની ફ્લેમ સ્લો મીડીયમ કરીને થવા દેવી તેને 10 મિનિટ પછી ચેક કરીને જોવું જો નીચેની સાઈડ ગોલ્ડનબ્રાઉન થાય પછી તેને ઉપરની સાઈડ નીચે તરફ કરવી ને ફરી ઢાકણું બન્ધ કરી ને થવા દેવું તે ને થતા વાર નથી લાગતી આરીતે બધી જ નાંનખટાઈ કરવી. તે થઈ જાય પછી ગેસ બન્ધ કરવો.
- 6
નાંનખટાઈ ઠરશે પછી તે ક્રિષ્પી ને સોફ્ટ પન થશે તો તૈયારછે નાંનખટાઈ
- 7
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (5)