કેળા નાં ફુલ નું શાક
#સુપરશેફ1
પોસ્ટ 3
#માઈઇબૂક23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા કેળા ના ફૂલ ને સાફ કેવી રીતે કરવું તે જોઈએ.
- 2
કેળા ના ફૂલ ને પેલા ઉપર નો પડ કાઢી લો એટલે અંદરથી ફૂલ નો ગુછચો નીકળશે તે અલગ કાઢી લો.
- 3
અવિરીતે તેની દાંડી દેખાય ત્યાંસુધી કાઢી લો.
હવે જે ફૂલ નો ગુચ્ચો કાઢ્યો તેની પાકળી અલગ કરવી. - 4
હવે અંદર નો કાળો દંડો કાઢી લો.
- 5
હવે બધી કળી અલગ થઈ જય એટલે તેને 20 મિનિટ માટે મીઠા વાળા પાણીમાં બોળી રાખવું. તેનાથી તેમાંની કડવાશ અને ચીકટ પનું પણ નીકળી જશે..
- 6
હવે કેળા ના ફૂલ ને નીચોવીને પાણી માંથી કાઢી લો.
હવે તેને ઝીણા સમારી લો. - 7
હવે કુકર માં પલાળેલા ચણા અને સમારેલા ફૂલ ને અલગ અલગ ડબા માં બાફી લો.2 - 3 વિસાલ થવા દેવી.
- 8
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ,જીરું,હિંગ,નાખી પછી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી.હવે સરખું શેકી લેવું. હવે તેમાં લાલ મરચું,હળદર ગરમ મસાલો ગોળ અને કેરી નાખી સરખું મિક્સ કરી લેવું.
હવે તેમાં ચણા અને કેળા ના ફૂલ નાખી એકદમ મિક્સ કરી લેવું. - 9
ચણા બાફેલુ જે પાણી હશે તે તેમાં મિક્સ કરવુ.અને 1 ઉકળો આવા દેવો પછી તાજું કોપરાનું છીણ ઉમેરવું. અને ગેસ બન્દ કરવો.
- 10
તો તૈયાર છે કેળા ના ફૂલ નું શાક.....આ શાક તમે રોટલી,પરાઠા કે પછી ભાત સાથે ખાયી શકો છો...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ