સમોસા(samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા વટાણા 5 થી 7 કલાક પાણી માં પલાળી દો અને ખજુર & આબંલી ને પણ 7 કલાક પલાળવા દો
- 2
ત્યારબાદ મેંદા ને ચારી સ્વાદઅનુસાર મીઠું,ચપટી અજમો & તેલ નું મોળ નાખી પાણી વડે લોટ બાંધી મોટા ગોયણા કરી લો
- 3
પછી વટાણા & બટેટા ને બાફી લો ને ડુંગળી ને ઝીણી સમારી લો
- 4
ત્યારબાદ બટેટા ને સ્મેશ કરો અને એક કડાઈ માં તેલ મુકી અને ડુંગળી ને સાતળી લો પછી વટાણા ને સાથે સાતળી લો
- 5
ત્યારબાદ બટેટા નાખી બધા મસાલા મરચુ,મીઠું,ગરમમસાલો,લીબું,ખાંડ નાખી ચમચા વડે હલાવી અને ઉપર થોડી કોથમીર છાટો અને મસાલા ને ઠરવા દો
- 6
ત્યારબાદ મેંદા માં મીઠું,અજમો,અને મોંળ નાખી પાણી વડે લોટ બાંધીશુ પછી મોટા ગોયણા કરી લેશુ
- 7
ત્યારબાદ મોટી લંબગોળ રોટલી વણી ચાકા વડે કટ કરીશુ
- 8
પછી મસાલો ચમચી વડે ભરીશુ અને ત્રિકોણ સમોસા આકાર આપીશુ અને
- 9
એક કડાઈ તેલ મુકીશુ ને તેલ ગરમ થાય એટલે બ્રાઉન કલર તરી લેશુ
- 10
ખજુર & આબંલી 4 કલાક પલાળી ને તેમા ગોળ,મરચુ,ધાણાજીરૂ,ગરમમસાલો,સ્વાદઅનુસાર મીઠું નાખી બેલન્ડર વડે બેલન્ડ કરી લેશુ
- 11
તૈયાર છે ક્રિસ્પીસમોસા સાથે ચટણી તેને પ્લેટ માં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


































ટિપ્પણીઓ