પાણી પૂરી ની પૂરી(pani puri recipe in Gujarati)

Nidhi Doshi @cook_24974737
પાણી પૂરી ની પૂરી(pani puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ લો.તેમાં ૨વો લો.તેમાં ૨ ચમચી તેલ ઉમેરો. બધા રવા માં તેલ સરસ રીતે લાગે પછી પાણી ઉમેરી ને સરસ લોટ બાધીશુ. લોટ ને ખુબજ મસળો.રોટલી નો લોટ બનાવી છે તેવુ જ કરવાનું હોય છે
- 2
હવે આ લોટ ને ભીના કપડાં થી કવર કરી દેવું. ૨૦ મિનિટ સુધી રહેવા દો.
- 3
હવે લોટ લઇને નાની પૂરી ના લુઆ પાડીશું.
- 4
તેલ ગરમ થવા માટે મૂકો. હવે પાણી પૂરી ની પૂરી વણી લીધી છે ૪ કે ૫ વણી લીધા પછી હવે તણી લઇશું. બને બાજુ સહેજ લાલ થવા લાગી હોય ત્યારે આપણે કાઢી લઇશું. બીજી બધી જ તણી લઇશું. થોડી થંડી થાય પછી ડબ્બા મા ભરી લઇશું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13156370



ટિપ્પણીઓ