નો યીસ્ટ પીઝા

#NoOvenBaking
શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking
શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરો હવે તેમાં દહીં નાખી ફક્ત દહીંથી જ ભાખરી જેવો લોટ બાંધો હવે આ લોટને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપો
- 2
ત્યાં સુધી એક કૂકરમાં અથવા પેનમાં મીઠું નાખીને તેની ઉપર સ્ટેન્ડ મૂકી ગ્રીસ કરેલી એક ડીશ પ્રી હિટ થવા મૂકો પેનને ઢાંકી દો કુકર વાપરતા હોય તો કુકરની સીટી અને રીંગ કાઢીને થોડીવાર બંધ કરી દો 15 મિનિટ પછી ઘઉંના બાંધેલા લોટને બરાબર મસળી બે ભાગમાં વહેંચી લો હવે એક ભાગમાંથી બહુ જાડો પણ નહીં અને પાતળો પણ નહીં એવો રોટલો વણો રોટલાને કાંટાની મદદથી કાણા પાડો હવે કુકર ખોલીને આ રોટલાને ડીશમાં મૂકી કુકર બંધ કરી બેક થવા દો લગભગ દસ મિનિટ પછી રોટલા ને બહાર કાઢી લો
- 3
એક મિક્સિંગ બાઉલમાં સમારેલાં કેપ્સિકમ સમારેલી ડુંગળી સમારેલા ટામેટા મિક્સ કરો તમે ઘરમાં અવેલેબલ કોઈપણ પ્રકારના ટોપિંગ યુઝ કરી શકો છો જેમકે બાફેલી મકાઈ પનીર મશરૂમ ઓલીવ જલેપીનો વગેરે હવે તેમાં ચાટ મસાલો અને મિક્સ હૅબ નાખી બધું બરાબર મિક્સ કરો રોટલા પર બટર ચોપડો
- 4
ટમેટો કેચપ ચોપડો જો તમારી પાસે અવેલેબલ હોય તો મેયોનીઝ પણ ચોપડી શકાય છે હવે તેની પર મિક્સ કરેલું સલાટ નું ટોપિંગ પાથરો હવે તેની પર મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ બંને મિક્સ કરીને સ્પ્રેડ કરો પેનમાં નીચે જરાક બટર લગાવીને આ રોટલા ને મૂકી ઢાંકીને ચીઝ ઓગળે ત્યાં સુધી મુકી રાખો
- 5
હવે તેને પેન માંથી બહાર કાઢી ફોર પીસમાં કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (5)