સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,દળેલી ખાંડ,મીઠું,બટર નાખીને દહીંથી સોફ્ટ લોટ બાંધી દો. લોટને દસ મિનિટ ઢાંકીને મૂકી દો.
- 2
હવે એક વાટકીમાં દળેલી ખાંડ તજ પાઉડર અને બટર લઈને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. (મારી પાસે બ્રાઉનસુગર નથી એટલે મેં દળેલી ખાંડ લીધી છે)
- 3
હવે દસ મિનિટ પછી લોટને મસળીને રોલ કરીને વણવા લાગો. લંબચોરસ થોડો જાડો રોટલો વણવાનું છે પછી તેના ઉપર તજ પાઉડર વાળી પેસ્ટ લગાવી દો પછી તેને બુક ફોલ્ડ કરો. પછી તેની ઉપર થોડુંક વેલણ ફેરવી દો જેથી કરીને મિશ્રણ અંદર બરાબર મિક્સ થઈ જાય.
- 4
હવે તેને છ ભાગ કરીને ચપ્પાથી કાપી લો પછી એક પાર્ટ લઈ તેને અડઘે થી કટ કરો અને ટ્વિસ કરીને રોલ કરી દો. એવી જ રીતે બધા રોલ રેડી કરો. પછી તેને દસ મિનિટ પ્રી હિટ કરેલા નોનસ્ટીક પેનમાં વાટકીમાં રોલ મૂકીને 15 મિનિટ ધીમા તાપે ચડવા દો.પછી બાર કાઢી ઉપર બટર લગાવી લો.
- 5
રેડી છે સરસ મજાના સ્વીટ સીનેમન રોલ્સ.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (5)