ચેવડો(chevdo recipe in gujarati)

#સાતમ
મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો.
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ
મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાલ 4 કલાક માટે પલાળો અને ચારણી માં નીતાંરી દો.
- 2
શિંગદાણાં ને તેલ મૂકી સાંતળો અને નમક અને લાલ મરચું પાઉડર મિકશ કરો.
- 3
હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે પૌવાં અને ચણા ની દાળ વારા ફરતી તળી લો,ચણા ની દાળ માં નમક અને લાલ મરચું પાઉડર મિકશ કરો,પૌવાં માં નમક,હળદર અને દળેલી ખાંડ નાંખી હલાવી લો
- 4
એક તપેલી માં 1/2સ્પૂન તેલ મૂકી તલ,વરીયાળી અને મીઠાં લીમડા નાં પાન સાંતળી લો.
- 5
એક મોટા બાઉલ મા પૌવા,શીગદાણા,ચણાની દાળ,તલ,વરીયાળી,મીઠાં લીમડા નાં પાન બધું મિક્સ કરો અને હલાવી લો.
- 6
લો તૈયાર છે સાતમ માં નાસ્તા ની વાનગી ટેસ્ટી ટેસ્ટી ચેવડો.જે તમે ચા સાથે અથવા સ્વીટ સાથે ખાશો તો મજા આવશે.😋
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (8)