પાઉં રગડો(Ragda Pau Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને ધોઈ 5 થી 6 કલાક સુધી પલાળી દો. ત્યાર બાદ તેને બાફી લો. ત્યાર બાદ એક તપેલી માં ગેસ પર તેલ ગરમ કરો. તેમાં જીરૂ તેમજ તજ લવિંગ નાખો.
- 2
પછી સમારેલી ડુંગળી ટામેટાં ઉમેરી થોડી વાર સાંતળો હવે તેમાં હળદળ મીઠું મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમા બાફેલા વટાણા ઉમેરી દો. સાથે એક ગ્લાસ પાણી પણ ઉમેરી દો.
- 3
પછી ઉકળતા રગડા માં ધાણા પાઉડર અને ગરમ મસાલો ઉમેરી ઉકળવા દો. આંબલી ની ચટણી બનાવવા માટે ગોળ આંબલી ને ઉકાળી લો. તેમાં બાફેલું બટેતું ઉમેરી બ્લેન્ડર કરો. પછી તેમા મીઠુ નાખીને મિક્સ કરો
- 4
ત્યાર બાદ સજાવટ ની વસ્તુ તૈયાર કરી લો. હવે ઉકળતા રગડા માં એક પાઉં ના ટુકડા કરી બોળી એક ડિશ માં કાઢી લો.
- 5
હવે તેમાં મીઠી ચટણી, દાડમ ના દાણા, સેવ, શીંગ દાણા, ડુંગળી સમારેલી કોથમીર ભભરાવી ગરમા ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13517947


















ટિપ્પણીઓ (2)