કટોરી ચાટ (Katori Chaat Recipe In Gujarati)

કટોરી ચાટ (Katori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો ના લોટ માં મીઠું,તેલ નાખી તેને પાણીથી વધારે નરમ નહીં અને વધારે કઠણ નહીં એવો લોટ બાંધીને 20 મિનિટ સુધી ઢાંકી રાખવો.
- 2
તેની પૂરી વણીને સ્ટીલની વાટકી પર તેલ લગાવીને વાટકીને પૂરી થી કવર કરવી. તેને હળવા હાથે દબાવવું ત્યારબાદ વાટકી પર લગાવેલી પૂરી ને કાંટા ચમચી ની મદદ થી કાણાં પાડી લેવા.
- 3
કઢાઈ માં તેલ ગરમ થાય ત્યારબાદ કવર કરેલી વાટકીને તળવા મુકવી જાતે વાટકી છૂટી પડી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળવી.
- 4
આ રીતે બધી કટોરી તળી લેવી.એક બાઉલમાં બાફેલા કાબુલી ચણા, બટાકાના નાના ટુકડા,મીઠું,ચાટમસાલો,લીલી ચટણી, ગોળ-આંબલી ની ચટણી નાંખી મિશ્રણ તૈયાર કરવું.
- 5
એ મિશ્રણ ને કટોરી માં 1-1 ચમચી ભરવું તેના પર ફરી થી લીલી ચટણી, ગોળ-આંબલી નિ ચટણી, ડુંગળી, ટામેટા,1 ચમચી દહીં, ઝીણી સેવ, દાડમ નાખી તૈયાર કરવું. તૈયાર છે "કટોરી ચાટ" તેને તમે ઉપરથી લીલાં ધાણા નાંખી સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (3)