નુડલ્સ સ્પ્રિંગ રોલ(Noodles spring Roll recipe in Gujarati)

નુડલ્સ સ્પ્રિંગ રોલ(Noodles spring Roll recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 3 ચમચી તેલ નાખી રોટલી જેવો લોટ બાંધવો 10 મિનિટ માટે રાખવો
- 2
હવે નૂડલ્સને એક બાઉલમાં લઈ ડૂબે એટલું પાણી નાખી એમાં સ્વાદ અનુસાર મીઠું તેલ નાખી ઉકાળવા મૂકી શું ત્યારબાદ એક થી બે વખત ઊભરો આવી જાય પછી નુડલ્સ ને નખ વડે તૂટે એવી રીતે નુડલ્સ ને જોઈ લેવા પછી કાણાવાળા વાસણમાં કાઢી લઈ તરત ઠંડું પાણી નાખી ઉપર એક ચમચી તેલ લગાવી દો એટલે નુડલ્સ છુટા રહેશે.
- 3
હવે આપણે ડુંગળી,કોબી,ગાજર,કેપ્સિકમને લાંબી કતરણ કરશું આદુને છીણી લેશું લીલા મરચા ઝીણી કટકી અને લસણની ઝીણી કટકી કરવી.
- 4
હવે આપણે ગેસ ઓન કરીને કડાઈ મૂકશો તેમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકશો તેલ ગરમ થાય તેમાં આદુ લસણની કટકી અને લીલા મરચા ની કટકી નાખી સાતર શું હવે તેમાં ડુંગળીને સાંતળવી ત્યારબાદ ગાજર અને કોબી,કેપ્સિકમ નાખી ફાસ્ટ ગેસ પર અધ કચરા સાતરવા
- 5
હવે તેમાં ચીલી સોસ,સોયા સોસ,મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો હવે તેમાં આ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ બાફેલી નુડલ્સ નાખી હળવે હાથે થી મિક્સ કરવું ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી
- 6
હવે એક વાટકીમાં એક ચમચી મેંદાના લોટને લઈ તેમાં જરૂર મુજબ પાણી નાખી લય તૈયાર કરવી
- 7
હવે તૈયાર થઈ ગયેલા લોટને નાના લૂઆ વાળી નાની રોટલી જેવડા વણી તેમાં વચ્ચે બે ચમચી નુડલ્સ નાખી ઉપરની સાઈડ ને વાળી ફરતે રાઉન્ડ લય ને લગાવી પછી બેય સાઈડ વાળી લેવું
- 8
હવે તેને રાઉન્ડ કરી નાખવું ત્યારબાદ કાંટા વાળી ચમચી જેથી બેય સાઈડ કાણા પાડી નાખવા
- 9
ત્યારબાદ ગેસ ઓન કરી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રોલ વાડેલા નાખી ધીમા તાપે તળવા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા હવે આપણા નુડલ્સ વીથ સ્પ્રીંગ રોલ તૈયાર
- 10
તૈયાર થઈ ગયેલા નૂડલ્સ વિથ સ્પ્રિંગ રોલ સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
- વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
- પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
- તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
- મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
- કેળા અને દાડમનો મિલ્ક્શેક (Banana and Pomegranate Milkshake recipe in Gujarati)

























ટિપ્પણીઓ (10)