મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)

Nilam Chotaliya @cook_18881146
મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મલ્ટી ગ્રેઈન લોટ લઈ ને તેમાં મીઠું, મોણ નાખી ને દૂધ થી લોટ બાંધવો.5 થી 10 મિનિટ ઢાંકી ને રાખવો.
- 2
ત્યારબાદ તેની ભાખરી વણી ને બંને બાજુ બરાબર શેકી લેવી.
- 3
ત્યારબાદ ત્રણેય ટાઈપ ના કેપ્સિકમ અને ડુંગળી ને ડાઇસ માં કાપી લેવા.ત્યારબાદ એક પેન માં થોડું તેલ લઈ તેમાં બધું સાંતળી લેવું.
- 4
ત્યારબાદ ભાખરી લઈ તેના પર પિઝા સોસ લગાવી તેના પર મોઝરેલા ચીઝ પાથરવું ત્યારબાદ તેના પર સાંતળેલા કેપ્સિકમ અને ડુંગળી પાથરવું
- 5
ઉપર થી ફરીથી મોઝરેલા ચીઝ પાથરી તવા પર ઢાંકી ને 5 મિનિટ સુધી રાખવું ધીમી આંચ પર.તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી ગરમા ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707235
















ટિપ્પણીઓ (4)