ઈડલી સંભાર.(Idli sambhar recipe in Gujarati.)

ઈડલી સંભાર.(Idli sambhar recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના ખીરા મા મીઠું અને ઇનો ઉમેરી ખુબ ફીણી લય ઈડલી ના કુકર મા ઈડલી ઉતારી દો.હવે 2 કલાક પલાડેલી તુવેર ની દાળ ને સારી રીતે ધોઈ ને કુકરમાં 1 ગ્લાસ પાણી,હડદર,1,ચમચી ઘી,ગુવાર શીંગ ના ટૂકડા, ગોળ સમારેલા ટીન્ડોરા,સરગવા ની શીંગ ના ટૂકડા,દૂધી સમારેલી,સૂરણ સમારેલુ અને મીઠું ઉમેરી દાળ ને 3 સિટી વગાડી બાફી લ્યો.
- 2
હવે દાળ બફાય જાય એટલે ચમચા થી બરબર મિક્સ કરી એકરસ કરી દો શીંગ ને બીજુ શાક એકદમ મેસ નાં થાય ઍ ધ્યાન રાખવુ.અથવા થોડુ શાક અને શીંગ અલગ કાઢી પછી દાળ મેસ કરવી.હવે મેસ કરેલી દાળ મા શીંગ દાણા, ગોળ અને આદુ મરચા ઉમેરી ધીમા તાપે ઉકાળવા મુકો.
- 3
હવે ઍક કઢાઈ માં તેલ ગરમ કરી અળદ ની દાળ,મેથી,જીરૂ,રાઈ,હિંગ,મરચા અને કઢી લીમડા ના પાન નો વઘાર કરી 1/2 મિનીટ સાતડો.પછી એમા કાંદો ઉમેરો એ ગુલાબી થાય એટલે ટામેટા ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 મિનીટ થવા દો.પછી બધુ ચડી જાય એટલે એમા બધા મસાલા કરી 1મિનિટ થવા દો
- 4
બધુ સરસ મિક્સ થાય ને તેલ અલગ પળે એટલે એ વઘાર ને દાળ માં મિક્સ કરો.શાક અલગ કાઢ્યા હોય તો એ પણ પાછા દાળ મા ઉમેરી દો.અને દાળ ને હલાવતા જઈ સરસ ઉકાળી લ્યો પછી લીંબુ અને ધણા ઉમેરી ગેસ બંધ કરી ગરમ ગરમ સંભાર ને ઈડલી અને નારિયેર ની ચટણી સાથે સર્વ કરો.ઉપર થી લીલું કોપરૂ પસંદ હોય તો ભભરાવો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (12)