દાળ (Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને વાટકી ના માપ થી તપેલી માં ઉમેરો.. દાળ ને પાણી થી બરોબર ધોઈ લો.. દાળ ડૂબે એટલું પાણી ભરી એમાં દાળ માં મેથી ના દાણા નાખી દો.. કુકરમાં નીચે પાણી ભરી કૂકર નું ઢાંકણું બંધ કરી 4 સિટી વગાડી લો..
- 2
કુકર ઠંડુ પડે પછી ઢાંકણું ખોલી.. તપેલી બહાર કાઢી એને બોસ મશીન થી બ્લેનડર થી ક્રશ કરી લો (યા તો દાળ વલોવી લો.)
- 3
એને ગેસ પર મૂકી એમાં બધો મસાલો ઉમેરી લો.. મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, કોકમ ખાંડ, ગોળ..
- 4
એક વઘાર કરવા નું લો.. એમાં તેલ નાખી રાઈ, જીરું નાખી, હિંગ લીલાં, કાપેલા મરચા, લીમડો નાખી ગેસ બંધ કરી.. દાળ માં વઘાર રેડી લો..
- 5
દાળ ને 10 મિનિટ ઉકળવા લો ધીમા તાપે.. લાસ્ટ માં કોથમીર નાખી ભાત સાથે સર્વ કરો..
- 6
તૈયાર છે ગુજરાતીઓ નું પ્રિય દાળ અને ભાત
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13783491

















ટિપ્પણીઓ (2)