બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટા બાફી લેવા. પછી તેની છાલ કાઢી મેશ કરી લેવી.
- 2
પછી તેમાં કોથમરી, ગરમ મસાલો, આમચૂર પાઉડર, આદુ મરચાની પેસ્ટ, લસણ ની ચટણી, ખાંડ, લીંબુ બધું નાખી બરાબર મિક્સ કરવું. હવે તેના નાના નાના ગોળા બનાવી લો.
- 3
હવે એક તપેલી માં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હિંગ, લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 4
હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે ખીરું માં ગોળા ડીપ કરી તેલ માં નાખો. એવી જ રીતે બીજા ગોળા તેલ માં નાખો.
- 5
ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે એક ડિશ માં કાઢી લો. અને સર્વ કરો. તો તૈયાર છે બટેટા વડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13806290




ટિપ્પણીઓ