મકાઈ પનીર સબ્જી (Corn Paneer Sabji Recipe in Gujarati)

#week4
ગ્રેવી વાનગી
આજે મેં જે રીતે પનીર ના ગ્રેવી વાળા શાક ઘરે બનાવીએ છે એ રીતે મકાઈ અને સિમલા મિર્ચી બને ભેગું કરી શાક બનાવ્યું છે. જે ખુબ જ પૌષ્ટિક અને પચવામાં હેલ્થી છે અને જે ખુબ જ સહેલું અને ઝડપથી બની જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કૂકર માં મકાઈ ના દાના બાફી લઈશુ, ત્યારપછી બધું શાકભાજી કટ કરી લઈશુ જેમ કેમ સિમલા મિર્ચી ને બધું ત્યાં સુધી મકાઈ ના દાના બફાઈ જશે.
- 2
પછી એક મિક્સર જાર માં પહેલા સીંગદાણા, મગજતરીના બી અને કાજુ ક્રશ કરી લઈશુ, પછી એને એક બોલ માં કાઢી લઈશુ.
- 3
પછી એ જ જારમાં ટામેટા અને ડુંગળી ની ગ્રેવી કરીશુ, પછી એક કડાઈ માં તેલ મુકીશુ એમાં થોડું તેલ અને જીરું નાખી વગાર કરીશુ.
- 4
પછી એમાં સિમલા મિર્ચી સાંતળી લઈશુ, પછી એમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી એડ કરી સેકીશુ, પછી સીંગદાણા, મગજતરી ના બી અને કાજુ નો ભૂકો એડ કરી સેકીશુ.
- 5
પછી એમાં દૂધ અને થોડું પાણી એડ કરીશુ, પછી મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, ગરમ મસાલો, હળદર, મરચું એડ કરીશુ અને મિક્સ કરીશુ બધું પછી મકાઈ ના દાના એડ કરી, પનીરના ટુકડા એડ કરી ભેગું કરી સીઝવા દઈશુ તો આપડું શાક ત્યાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)