મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો ચણા ના લોટ મા થોડુ હૂંફાળું દૂધ અને ઘી 2 3 ચમચી ઉમેરો અને ધાબો દેવો
- 2
આ ધાબો આપેલા લોટ ને 15 20 મીનીટ સુધી રાખવાનો
- 3
હવે લોટ ને ચાળણી વડે ચાળી લો પછી એક કડાઈ મા ઘી ગરમ થાય એટલે એટલે લોટ શેકી લેવો
- 4
લોટ થોડો બ્રાઉન કલર નો થાય ત્યા સુધી શેકવો
- 5
બીજી બાજુ એક તપેલી મા ખાંડ નાંખી ખાંડ ડુબે એટલુ પાણી નાખી અને એક તાર ની ચાસણી તૈયાર કરી લેવી
- 6
લોટ થોડો ઠંડો થાય એટલે તેમા ચાસણી નાખી હલાવવુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમા ઇલાયચી નો પાઉડર નાખી એક થાળી મા ઢાળી દેવું ઉપર બદામ ની કતરણ ભભરાવીને ઠન્ડું પડવા દો
- 7
ઠન્ડુ પડે એટલે પીસ કરીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13837791






ટિપ્પણીઓ