સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલા વટાણાં અને બટાકા બાફી લો
- 2
સ્ટફિંગ માટે પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી જીરું તતડે એટલે હીંગ અને આદુ -મરચાની પેસ્ટ નાખી સાંતળી લો પછી બાફેલા વટાણા અને બટાકા ઉમેરી ચમચીથી મસળીને માવો બનાવો તેની અંદર ગરમ મસાલો, હળદર પાઉડર, આમચૂર પાઉડર ધાણા,મીઠું નાંખી બરાબર મિક્સ કરી બે મિનિટ સુધી ચઢવા દો તેની ઉપર કોથમીર ઉમેરો
- 3
હવે લોટ બાંધવા માટે મેંદા માં ઘી, અજમો નાખી બરાબર મિક્સ કરી ત્યારપછી પાણી લઈને કડક લોટ બાંધી લો લોટને ઢાંકીને ૧૦ થી૧૫ મિનિટ રહેવા દો
- 4
હવે લોટના લૂઆ બનાવી લો અને વણી લો આ વણેલી પૂરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો અને એક ભાગને ત્રિકોણ આકારમાં વાળીને તેમાં સ્ટફિંગ ભરીને સારી રીતે બંધ કરી લો
- 5
- 6
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં સમોસા નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તૈયાર છે...ગરમા ગરમ સમોસા
- 7
ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13902936














ટિપ્પણીઓ (10)