ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ને ચારી લો ત્યારબાદ તેમાં મીઠું,ને તેલ મોળ નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો
- 2
ત્યારબાદ સુકા લીલા વટાણા ને 5 થી 7 ગરમ પાણી માં પલાળેલા છે માટે વટાણા અને બટેટા ને કુકર માં બાફી લો 5 થી 7 સીટી કરો
- 3
ત્યારબાદ ડુંગળી ને ઝીણી સમારી લો અને બફેલા બટેટા ને મેશ કરી લો અને વટાણા ને બફેલા એક બાઉલ માં લો
- 4
ત્યારબાદ અેક કડાઈ તેલ મુકો તેલ ગરમ થાય એટલે ડુંગળી ને સાતળી લો પછી તેમા વટાણા અને બટેટા નો છુંદો નાખો
- 5
ત્યારબાદ તેમા મરચુ,હળદર,ધાણાજીરૂ, સ્વાદઅનુસાર મીઠું,ખાંડ,લીબું નાખી ને મસાલા ને ચમચા વડે હલાવી લો અને મસાલા ને ઠંડો થવા દો
- 6
ત્યારબાદ મેંદા લોટ ના ગોયણા કરો લો તે ગોયણા ને લોટ વારૂ કરી રોટલી વણી લો
- 7
ત્યારબાદ તેમા મસાલો ભરો અને ઘુઘરા ના બીબા માં સેઈપ આપો આ રીતે બધા ઘુઘરા તૈયાર કરો
- 8
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકો અને તેેલ ગરમ થાય એટલે ઘુઘરા ને લાઈટ ગુલાબી ના થાય ત્યા સુધી મડિયમ તાપે તરી લો
- 9
ખજુર આબંલી ને ચટણી માટે* ખજુર અાબંલી ને પાણી માંં એકદમ ઉકાળી લો અને 4 થી 5 કલાક પલળવા દો ત્યારબાદ તેેમાં ગોળ,મરચુ,ધાણાજીરૂ,ગરમમસાલો અને સ્વાદઅનુસાર મીઠું નાખી બેલન્ડર વડે બેલન્ડ કરી લો તૈયાર છે ખજુર આબંલી ની ચટણી
- 10
તૈયાર છે ઘુઘરા ઘુઘરા ને વચ્ચે કાણુ કરી તેમાં ડુંગળી,ખજુર આબંલી ની ચટણી,સેવ & મસાલાશીંગ ને નાખો
- 11
તેને એક પ્લેટ માં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




































ટિપ્પણીઓ (2)