રસિયા ઢોકળા (Rasiya Dhokla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન,ઘઉં નો લોટ, ભાત ને મિક્સ કરો. પછી તેમાં આદુ, મરચા ની પેસ્ટ, નમક, લાલ મરચુ, ધાણાજીરુ, હળદર નાંખી મિક્સ કરી લેવું. તેમાં સોડા નાંખી માથે લીંબુ નો રસ નાખો. જરુર મુજબ પાણી નાંખી લોટ બાંધી દેવો.
- 2
લોટ ને ૧૦ મિનીટ રેવા દેવો. પછી તેની નાની નાની ઢોકળી વાળી લો. એક કુકર મા તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરુ, સુકા લાલ મરચા નો વઘાર કરો. લસણ ની ચટણી નાખો. થોડું તતડે એટલે છાશ નાખો. જરુર મુજબ પાણી નાંખી બધા મસાલા નાખો. પાણી ઉકળે પછી તેમાં ઢોકળી નાખો. કુકર બંધ કરી ૩ /૪ સીટી લેવી.
- 3
તો તૈયાર છે ગરમા ગરમ રસિયા ઢોકળા. જે સ્વાદ મા ખાંટા ને તીખા હોય છે. એકવાર જરુર બનાવજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14166006












ટિપ્પણીઓ