લીલવા (લીલી તુવેર) ની કઢી(Lilva ni kadhi recipe in Gujarati)

Dimple prajapati @Dimple_Dishes
લીલવા (લીલી તુવેર) ની કઢી(Lilva ni kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી તુવેર ના દાણા ને એક તપેલી માં લઈ મીઠું અને પાણી રેડી બાફી લેવા.
- 2
દાણા બફાઈ જાય એટલે પાણી નીતારીં ને સહેજ સહેજ પ્રેશર સ્ટેન્ડ થી દબાવી લેવા.
- 3
હવે છાશ ની અંદર ચણા નો લોટ નાખી બરાબર વલોવી લેવુ.
- 4
પછી એક તપેલી માં ઘી અને તેલ નાખી ગેસ ઉપર મધ્યમ તાપે મુકવું.ગરમ થઈ જાય એટલે તેમાં તજ-લવીંગ નાખવાં.પછી રાઈ,જીરૂ,હીંગ અને લીમડી ના પાન નાખી વઘાર કરવો.
- 5
વઘાર થઇ જાય એટલે તેમાં લોટ વલોવી ને તૈયાર કરેલી છાશ નાખવી.અને ગેસ ફાસ્ટ કરી પછી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ, ધાણાજીરુ પાઉડર, મીઠું અને ખાંડ નાખવી.અને ઉભરો આવે ત્યાં સુધી ચમચાં થી હલાવતા રહેવું.
- 6
ઉભરો આવે એટલે તેમાં પીસેલા લીલવા નાખવાં અને પાંચ મિનીટ ધીમો ગેસ કરી ઉકાળી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી દેવો.
- 7
તો સર્વ કરવાં માટે તૈયાર છે ગરમાં-ગરમ લીલવા ની કઢી.😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14220001



















ટિપ્પણીઓ (5)