ઊંધીયુંમાં નાખવાનાં મેથી નાં મુઠીયા (Undhiyu muthiya recipe in Gujarati)

Hetal Gandhi @cook_22395538
આ મુઠીયા ઊંધીયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તૂવર નાં શાક માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ... આ મુઠીયા ની ચા સાથે પણ લિજ્જત માણી શકાય છે...😊
ઊંધીયુંમાં નાખવાનાં મેથી નાં મુઠીયા (Undhiyu muthiya recipe in Gujarati)
આ મુઠીયા ઊંધીયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તૂવર નાં શાક માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ... આ મુઠીયા ની ચા સાથે પણ લિજ્જત માણી શકાય છે...😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં બધાં મસાલા કરી મિક્સ કરી લો. ત્યાર બાદ પાણી થી ધોયેલિ, કોરી કરેલી મેથી નાખો. ત્યાર બાદ દહીં, તેલ, નાખી બહુ કડક નહીં એવો લોટ બાંધી ઉપર થોડું તેલ નાખી 10 મિનીટ રેસ્ટ આપો.
- 2
ત્યાર બાદ તેમાંથી નાનાં નાનાં ગોલા વાળી, મુઠીયા તૈયાર કરો. ગેસ ઉપર તેલ ગરમ થાય એટ્લે ધીમા તાપે તળી લો. તૈયાર છે ઊંધીયૂ માં નાખવા માટેના ગરમાગરમ મુઠીયા😊.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14234640

ટિપ્પણીઓ (4)