પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)

અમારા ઘરમાં બધાને ભાવતી...
શિયાળા માં તો ઘી વાળી પુરણ પોળી ખાવાની મજા આવી જાય.
#SS
પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવતી...
શિયાળા માં તો ઘી વાળી પુરણ પોળી ખાવાની મજા આવી જાય.
#SS
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં તુવેર ની દાળ લઇ થોડુંક પાણી લઇ દાળ બાફવા મુકો.
- 2
દાળ બફાય જાય એટલે જો દાળ માં પાણી વધારે લાગે તો દાળ ને નિતારી ને એક તાવડીમાં કાઢી લો.
- 3
તાવડી ને ઘી થી ગ્રીસ કરી લો. પછી તાવડી માં તુવેર નિ દાળ અને ખાંડ નાખી તેને હલાવ્યા કરવું.
- 4
ખાંડ નું બધું પાણી બરી જાય ત્યાં સુધી હલાવ્યા કરવું. પુરણ માં વચ્ચે તબેઠો ટત્તાર ઉભો રહે તો સમજવુ કે પુરણ થઇ ગયું છે.
- 5
પુરણ ઠંડુ પડે એટલે એમાં ઈલાયચી અને કોપરા નું છીણ નાખવું. પછી એને રોટલી નો લોટ બાંધેલો હોય એમાં નાની રોટલી વની પુરણ મૂકી તેને વાળીને ફરીથી વની લેવી. એમા ઘઉં ના લોટ નુ અતામન લેવું. પછી તેને લોઢી માં ધીમા તાપે શેકી લેવી. શેકઈ જાય એટલે ઘી ચોપડી ને પીરસવી. ગરમા ગરમ પુરણ પોળી ખાવાની મજા આવી જાય.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ