મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)

Hemaxi Buch @cook_26237290
#MW4
#મેથી ભાજી શાક
#Mycookpadrecipe 37
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
#MW4
#મેથી ભાજી શાક
#Mycookpadrecipe 37
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં એક બાઉલ માં બટેટા મોટા ફોડવા સમારી ને પાણી નાખી રાખવા
- 2
મેથી એક બાઉલ માં સુધારેલી પાણી નાખી ધોઈ ને રાખવી
- 3
એક કઢાઈ માં તેલ મૂકી થોડું ગરમ થઇ જાય એટલે એમાં રાઈ, જીરું, મેથી, હિંગ, હળદર, મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, મીઠું નાખી બટેટા વઘારી દેવા.
- 4
કઢાઈ ને મોટું છીબુ કે થાળી ઢાંકી એની ઉપર પાણી નાખી સીઝવા દેવું. કોઈ પણ શાક કોરું કરતા હોઈએ ત્યારે ઢાંકણ માં પાણી નાખવાથી વરાળ માં સરસ બાફે છે અને સિઝી પણ સરસ જાય છે
- 5
બટેટા થોડા સિઝે કે બાફે એટલે મેથી ઉમેરી દેવી. તવેથા થી શાક ને હલાવવું. નહિ તો બટેટા ભાંગી જવાની બીક રહે.
- 6
બટેટા ને થોડા ક્રિસ્પી થવા દેવા. શાક થઈ જાય એટલે ગરમ રોટલી સાથે આ શાક ખૂબ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264985









ટિપ્પણીઓ (2)